Thursday, December 29, 2022

શાળા ક્રમાંક 236 ના નિવૃત શિક્ષકશ્રી શકુન્તલાબેન શાહએ તેમનો જન્મદિવસ શાળામાં બાળકો અને શિક્ષકો સાથે ઉજવ્યો

 

શાળાના તમામ બાળકોને ચોકલેટ આપી મીઠા વચનો સાથે જન્મદિવસની ઉજવણી કરતાં શકુન્તલાબેન 

શાળા પરિવાર દ્વારા શકુટલાબેનને જન્મદિવસની શુભેચ્છા 





શાળામાં ટેલીકોન્ફરન્સ નિમિતે શાળા વ્યવસ્થાપન સમિતિની મિટિંગ યોજાઈ

આજ રોજ શાળા ક્રમાંક 236 માં શાળા વ્યવસ્થાપન સમિતિ, ની મિટિંગ યોજાઈ જે અંતર્ગત તમામ સભ્યો હાજર રહ્યા. 

ટેલીકોન્ફરન્સમાં હાજર શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો 
 

સ્મરતબોર્ડ પર ટેલીકોન્ફરન્સ નિહાળતા સભ્યો. 


શાળા અંતર્ગત માહિતી આપતા આચાર્યશ્રી 



Wednesday, December 28, 2022

 



ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલના હસ્તે બાલ વાડી નું ઉદ્ઘાટન થયું

24-12-2022 શનિવાર  

આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત મહર્ષિ નાગાર્જુન પ્રાથમિક શાળા ક્રમાંક 236માં સ્માર્ટ બાલવાડીનું ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સ્માર્ટ બાલવાડીને ખુબ જ સુંદર રંગરોગાન સાથે શૈક્ષણિક સાધનોથી સુસજ્જ બનવવામાં આવેલ છે. બાલવાડીના બાળકોએ આ પ્રસંગે સુંદર કૃતિ રજુ કરી હતી. 

સ્માર્ટ બાલવાડીના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્યશ્રી સંગીતાબેને પ્રાથમિક તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર આપતા લિંબાયત વિસ્તારમાં જ સ્નાતક સુધીના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવ્યું હતું. શાસક પક્ષના નેતા અમિતભાઈ રાજપુરોહિતે આ સાથે શહેરની તમામ બાલવાડીને અધ્યતન બનાવવાની વાત કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ધનેશભાઈ શાહ તેમજ ઉપાધ્યક્ષશ્રી સ્વાતિબેન સોસાએ વાલીઓને સમિતિ દ્વારા આપવામાં આવતી સુવિધાઓની જાણકારી આપી હતી. અને વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવા જણાવ્યું  હતું. ન.પ્રા.શિ.સમિતિના બાલવાડી કન્વીનરશ્રી નિરંજનાબેન જાનીએ આવકાર પ્રવચન કર્યું હતું. ન.પ્રા.શિ.સમિતિના રમતગમત-ઉદ્યોગપ્રવાસ કન્વીનરશ્રી સંજયભાઈ પાટીલે આભારવિધિ કરી હતી. 

આ પ્રસંગે ડ્રેનેજ સમિતિ, ચેરમેનશ્રી વિક્રમભાઈ પાટીલ, નગરસેવક શ્રી કાંતાબેન વાકોડીકર, ભૂષણભાઈ પાટીલ , કવિતાબેન એનાગુન્દલા, ન.પ્રા.શિ.સમિતના કન્વીનરશ્રી ખરીદસમિતિ શુભમભાઈ ઉપાધ્યાય, શૈક્ષણિક સંકૃતિક આયોજન સમિતિના કન્વીનરશ્રી રંજનાબેન ગોસ્વામી, મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિ, કન્વીનરશ્રી અનુરાગ કોઠારી, ભવન સમિતિના કન્વીનરશ્રી અરવિંદભાઈ કાકડીયા, કેળવણી સજજતા સમિતિ, કન્વીનરશ્રી વિનોદકુમાર ગજેરા, સાસક પક્ષ દંડકશ્રી રાજેન્દ્રકુમાર પટેલ, શાસનાધિકારી શ્રી વિમલભાઈ દેસાઈ, ઉપશાસનાધિકારી સાહેબશ્રી મહેશભાઈ પાટીલ, વોર્ડ નંબર 25નાં મહામંત્રી શ્રી અરુણભાઈ પાટીલ, વોર્ડ પ્રમુખશ્રી રાજુભાઈ સુરતી મહામંત્રી શ્રી બુચ્ચુંરામોલું રાપોલું , નિરિક્ષક શ્રી સોયેબભાઈ અજમેરવાલા, લિંબાયત ઝોનના યુ.આર સી શ્રી પુરુષોત્તમભાઈ જગદાળે, સી.આર.સી. શ્રી પંકજ મહાલે ઉદઘાટનમાં હાજર રહી બાલવાડી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રગીતથી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી. 






2023 માં શાળામાં જાહેર થયેલ રજાનું લીસ્ટ

 


એકમ કસોટી સમય પત્રક બીજું સત્ર 2022-23

 ધોરણ 3 થી 5 માટેનું સમયપત્રક 


ધોરણ 6 થી 8 માટેનું સમયપત્રક 


વાલીઓ માટે સૂચના

 વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે હાલ કોરોના મહામારીનો પ્રકોપ વધ્યો હોય રાજ્ય સરકાર દ્વારા શાળામાં માસ્ક ફરજિયાત કરવા સૂચના મળેલ છે. તેથી આપના બાળકોને નવું ચોખ્ખું માસ્ક પહેરાવી મોકલવાનું રહેશે. તેમજ પૂર્ણ દિવસ વિધ્યાર્થીઓએ માસ્ક પહેરી રાખવાની સૂચના છે. વધુમાં માસ્ક દરરોજ નવું અથવા  ધોયેલું પહેરાવવું. 

જેએચજેકે

 એનબીએમ