24-12-2022 શનિવાર
આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત મહર્ષિ નાગાર્જુન પ્રાથમિક શાળા ક્રમાંક 236માં સ્માર્ટ બાલવાડીનું ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલનાં હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સ્માર્ટ બાલવાડીને ખુબ જ સુંદર રંગરોગાન સાથે શૈક્ષણિક સાધનોથી સુસજ્જ બનવવામાં આવેલ છે. બાલવાડીના બાળકોએ આ પ્રસંગે સુંદર કૃતિ રજુ કરી હતી.
સ્માર્ટ બાલવાડીના ઉદઘાટન પ્રસંગે ધારાસભ્યશ્રી સંગીતાબેને પ્રાથમિક તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર ભાર આપતા લિંબાયત વિસ્તારમાં જ સ્નાતક સુધીના શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જણાવ્યું હતું. શાસક પક્ષના નેતા અમિતભાઈ રાજપુરોહિતે આ સાથે શહેરની તમામ બાલવાડીને અધ્યતન બનાવવાની વાત કરી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી ધનેશભાઈ શાહ તેમજ ઉપાધ્યક્ષશ્રી સ્વાતિબેન સોસાએ વાલીઓને સમિતિ દ્વારા આપવામાં આવતી સુવિધાઓની જાણકારી આપી હતી. અને વધુ બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવા જણાવ્યું હતું. ન.પ્રા.શિ.સમિતિના બાલવાડી કન્વીનરશ્રી નિરંજનાબેન જાનીએ આવકાર પ્રવચન કર્યું હતું. ન.પ્રા.શિ.સમિતિના રમતગમત-ઉદ્યોગપ્રવાસ કન્વીનરશ્રી સંજયભાઈ પાટીલે આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ડ્રેનેજ સમિતિ, ચેરમેનશ્રી વિક્રમભાઈ પાટીલ, નગરસેવક શ્રી કાંતાબેન વાકોડીકર, ભૂષણભાઈ પાટીલ , કવિતાબેન એનાગુન્દલા, ન.પ્રા.શિ.સમિતના કન્વીનરશ્રી ખરીદસમિતિ શુભમભાઈ ઉપાધ્યાય, શૈક્ષણિક સંકૃતિક આયોજન સમિતિના કન્વીનરશ્રી રંજનાબેન ગોસ્વામી, મધ્યસ્થ વિજ્ઞાન ભવન સમિતિ, કન્વીનરશ્રી અનુરાગ કોઠારી, ભવન સમિતિના કન્વીનરશ્રી અરવિંદભાઈ કાકડીયા, કેળવણી સજજતા સમિતિ, કન્વીનરશ્રી વિનોદકુમાર ગજેરા, સાસક પક્ષ દંડકશ્રી રાજેન્દ્રકુમાર પટેલ, શાસનાધિકારી શ્રી વિમલભાઈ દેસાઈ, ઉપશાસનાધિકારી સાહેબશ્રી મહેશભાઈ પાટીલ, વોર્ડ નંબર 25નાં મહામંત્રી શ્રી અરુણભાઈ પાટીલ, વોર્ડ પ્રમુખશ્રી રાજુભાઈ સુરતી મહામંત્રી શ્રી બુચ્ચુંરામોલું રાપોલું , નિરિક્ષક શ્રી સોયેબભાઈ અજમેરવાલા, લિંબાયત ઝોનના યુ.આર સી શ્રી પુરુષોત્તમભાઈ જગદાળે, સી.આર.સી. શ્રી પંકજ મહાલે ઉદઘાટનમાં હાજર રહી બાલવાડી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. રાષ્ટ્રગીતથી કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

No comments:
Post a Comment