શાળા સમાચાર

  • શાળા ક્રમાંક 236 માં તારીખ 12-06-2023 ના રોજ  વર્ષ 2023-24 ના વર્ષ માટે ધોરણ 1 અને બાલવાટિકાના બાળકોનો   શાળા પ્રવેશોત્સવ ઉજવાયો. અહી ક્લિક કરો. 

  • શાળા ક્રમાંક 236 માં વર્ષ ૨૦૨૨-૨૩ બીજા સત્રની અપ્રિલ 2023 માં લેવાનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર. થયો જોવા માટે અહી ક્લિક કરો.

  • શાળા ક્રમાંક 236 માં  જાન્યુઆરી 2023 થી ધોરણ ૬ થી 8 માં વિદ્યાર્થીનીઓને સ્વરક્ષાણ ની તાલીમ અપાઈ રહી છે. અહી ક્લિક કરો.  

  • શાળામાં ધોરણ 1  થી 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા પક્ષીઓ માટે ચણ એકત્ર કરવામાં આવ્યું. અહી ક્લિક કરો.

  • શાળા ક્રમાંક 236 ના નિવૃત શિક્ષકશ્રી શકુન્તલાબેન  શાહએ તેમનો જન્મદિવસ શાળામાં બાળકો અને શિક્ષકો સાથે ઉજવ્યો. {29-12-2022} -  અહી ક્લિક કરો. 

  • ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલના હસ્તે બાલ વાડી નું ઉદ્ઘાટન થયું.  click here -(24-12-2022)

  • શાળામાં ટેલેકોન્ફરન્સ નિમિતે શાળા વ્યવસ્થાપન સમિતિની મિટિંગ યોજાઈ. (16-12-2022) - અહી ક્લિક કરો. 

  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાની માર્ગદર્શિકા (pse book) બનાવવામાં આવી. જેમાં શાળાના બે શિક્ષકો હિરેનભાઈ પટેલ  અને ચેતનાબેન ડાભી દ્વારા સંકલનની કામગીરી  કરવામાં આવી. અને આચાર્ય અનિલભાઈ દ્વારા સંપાદકની કામગીરી કરવામાં આવી. click here - (23-08-2022)

  • મહર્ષિ નાગાર્જુન પ્રાથમિક શાળામાં સ્પર્ધાત્મક પરીક્ષા 1 NMMS અને 2. PSE પરીક્ષામાં ભાગ લેનાર 60 વિધ્યાર્થીઓની ફી શાળાના એક શિક્ષિકાબેન દ્વારા ભરવામાં આવી. (18-10-2022)

  • શાળાના એક શિક્ષક દ્વારા ચાલુ વર્ષે પપ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષાની 9 બૂક વિધ્યાર્થીઓને ભેટ આપવામાં આવ્યા . (ગુપ્ત દાન) 01-10-2022)

  • શાળાના એક શિક્ષિકા દ્વારા  બાલવાડી અને ધોરણ 1 થી 8 ના વિધ્યાર્થીઓને એક નોટબૂક નું વિતરણ અને કંપાસમાં મુકવાની કીટનું વિતરણ  કરવામાં આવ્યું. (ગુપ્ત દાન) (02-08-2022) 

  • સી. આર. સી કક્ષાના વિજ્ઞાન મેળામાં શાળાની બે કૃતિ  યુ.આર.સી (તાલુકા) લેવલે જવા માટે પસંદ કરાઈ. જેના માર્ગદર્શક શિક્ષકો  1 કૌશિકભાઈ રાઠોડ અને 2. હિરેનભાઈ પટેલ હતા. (24-11-2022)

  • શાળામાં સુરત મહાનગર પાલિકા દ્વારા રિપેરિંગ નું કામ ચાલુ કરવામાં આવેલ છે જે અંતર્ગત શાળાની મજબૂતી વધારવા કામ કરવામાં આવશે અને સેનિટેશન ટોઇલેટ  નવા બનાવવામાં આવનાર છે. આ કામમાં 6 માસ જેટલો સામે લાગી શકે છે. (01-10-2022)

No comments:

Post a Comment

જેએચજેકે

 એનબીએમ